Terms and Conditions

Terms and Conditions

 • જિંગલ મેકિંગ કોમ્પીટીશન તા.૧૦/૧૧/ર૦ર૦ થી ર૦/૧૧/ર૦ર૦ સુધી ઉચ્ચતર માધ્યમિક તથા ખૂલ્લા વિભાગ માટે છે.
 • ક્રમ વિભાગ વિષય
  ૧. ધો. ૯ થી ૧ર (Std. 9 to 12) સેવ વોટર
  સ્વચ્છ સુરત
  ર. ખૂલ્લા વિભાગ પ્લાસ્ટિક મુક્ત સુરત
  સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર૧ માં સુરતને બનાવ્યે નં.૧
 • ઉપરોક્ત કેટેગરીની સામે દર્શાવેલ ૨ વિષય માંથી કોઈ પણ એક વિષય ઉપર જ જિંગલ બનાવી શકાશે.
 • આ જિંગલ સ્પર્ધામાં ઓછામાં ઓછા (૧) અને વધુમાં વધુ (૩) સ્પર્ધકો હોવા આવશ્યક છે.
 • વિડીયોમાં ત્રણ થી વધુ વ્યક્તિઓનો સમાવેશ જણાશે તો તેવા સંજોગોમાં તેઓને નિર્ણય માટે યોગ્ય ગણવામાં આવશે નહીં.
 • mysurat.in ઉપર જિંગલ નો વિડીયો વધુમાં વધુ ૩૦ સેકન્ડનો જ હોવો આવશ્યક છે. જો વિડીયોની સેકન્ડ તેના કરતા વધુ જણાશે તેવા સંજોગોમાં નિર્ણય માટે યોગ્ય ગણવામાં આવશે નહીં.
 • જિંગલની ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જ હોવી આવશ્યક છે.
 • બેકગ્રાઉન્ડ સ્કોરમાં મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ તથા સાઉન્ડનો ઉપયોગ કરી શકાશે.
 • જિંગલનો વિડીયો સંપૂર્ણપણે પોતાના દ્વારા બનાવેલ અને નવો હોવો આવશ્યક છે. કોપી કરેલી એન્ટ્રીઝને સ્પર્ધા હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
 • મહેરબાની કરીને નોંધ લો કે જિંગલ મૂળ (કોપી ન) હોવી જોઈએ અને Copyright Act ની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે.
 • ઉપરોક્ત તમામ નિયમો મુજબ mysurat.in ઉપર વિડીયો અપલોડ કર્યા બાદ સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર૧ અંતર્ગત ના પ્રશ્નોનો જવાબ આપ્યા બાદ સ્વચ્છતાના સંકલ્પ લેવાના રહેશે અને ત્યારબાદ Submit ઉપર ક્લિક કરવાથી સર્ટીફિકેટ પ્રાપ્ત કરી શકાશે.
 • સૌથી વધુ મધુર અને અર્થપૂર્ણ જિંગલ ટાઇટલ મૂલ્યાંકન વખતે ધ્યાનમાં રાખવાની રહેશે. સ્પર્ધામાં પસંદગી પામેલ વિડીયોને સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ તથા સોશીયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.
 • જિંગલમાં વસ્તુની ચર્ચા ઉપરાંત ભાષા, તેની શુદ્ધતા વિચારો, લખાણની શૈલી અને હસ્તાક્ષર વગેરે બાબતો તેના મૂલ્યાંકન વખતે ઘ્યાનમાં રાખવામાં આવશે.
 • આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવશે.
 • સ્પર્ધા અંગે નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે, જે અંગે કોઇ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ.
 • વધુમાં સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૧માં ભાગ લઇ રહી હોય તે માટે સુરત ને નં.૧ બનાવવા SWACHHATA-MoHUA એપ ડાઉન્લોડ કરી તેમાં આપની મનગમતી ઇવેન્ટ ઉપર VOLUNTEER ઉપર કલિક કરી, ત્યારબાદ FINISH બટન ઉપર ક્લિક કરી THANK YOU ના મેસેજ નો સ્ક્રીનશોટ લઇ તેને mysurat.in વેબસાઇટ પર આપની કૃતિ અપલોડ કરતા સમય પર સાથે અપલોડ કરવાનો રહેશે.
 • સ્પર્ધા અંગેની તમામ બાબતોમાં મ્યુ.કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે.
 • વધુ માહિતી માટે સાંસ્કૃતિક વિભાગ (ટે.નં. ર૪ર૩૭પ૧ થી પ૬ -EXT : 245,279) નો સંપર્ક કરવા વિનંતી.