Terms and Conditions

Terms and Conditions

 • ભીંત ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા માટે સેો પ્રથમ આપશ્રી દ્વારા mysurat.in ઉપર તા.૧૭/૧૧/ર૦ર૦ થી ર૪/૧૧/ર૦ર૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તથા નીચે દર્શાવેલ વિષય માંથી કોઇ પણ એક વિષય ઉપર પેઇન્ટીંગ સ્પર્ધાના દિવસે કરવાની રહેશે.
 • પ્રાણી કલ્યાણ (Animal Welfare) શિક્ષણ એ સેોનો અધિકાર
  કોરોના વોરિઅર્સને લાખો સલામ આપણુ સુરત, સ્વચ્છ સુરત, સુંદર સુરત
 • આ ભીંત ચિત્ર સ્પર્ધા ખુલ્લા વિભાગ (૧૬ વર્ષથી ઉપર) માટે રહેશે અને સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં રહેતા નાગરિકો જ ભાગ લઇ શકાશે. મુખ્ય સ્પર્ધક સિવાય ર(બે) વ્યકિતને સહાય માટે લઇ શકાશે.
 • ભીંત ચિત્ર સ્પર્ધાની તારીખ, સ્થળ અને અન્ય માહિતી સુરત મહાનગરપાલિકા દ્વારા આપશ્રીને આપના મોબાઇલ નંબર ઉપર મેસેજ અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે.
 • દરેક સ્પર્ધકોએ ૬ * ૪ના બ્લોકમાં પેઇન્ટીંગ કરવાનું રહશે.
 • આ સ્પર્ધામાં કલર અને ટ્રાન્સપોર્ટેશન સ્વ ખર્ચે કરવાનું રહેશે.
 • આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવશે.
 • મહેરબાની કરીને નોંધ લો કે ભીંત ચિત્ર મૂળ હોવી જોઈએ (કોપી નહી) અને Copyright Act ની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. કોપી કરેલી એન્ટ્રીઝને સ્પર્ધા હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
 • સ્પર્ધા અંગે નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે, જે અંગે કોઇ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ.
 • સ્પર્ધા અંગેની તમામ બાબતોમાં મ્યુ.કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે.
 • વધુ માહિતી માટે સાંસ્કૃતિક વિભાગ (ટે.નં. ર૪ર૩૭પ૧ થી પ૬ -EXT : 245,279) નો સંપર્ક કરવા વિનંતી.