Terms and Conditions

Terms and Conditions

 • વિષય :- સુરતને સ્વચ્છ સર્વેક્ષણ ર૦ર૧માં નં.૧ બનાવવા બાબત
 • આ સ્પર્ધામાં મુખ્ય અરજદાર સુરત શહેરની હદ વિસ્તારમાં આવેલ ૧૪ વર્ષથી વધુ વયગૃપના હોવા આવશ્યક છે. આ શેરી નાટકમાં વધુમાં વધુ ૬ કલાકારોનો જ સમાવેશ કરી શકાશે.
 • આ શેરી નાટક સ્પર્ધાના વિષયને કેન્દ્રસ્થાને રાખવાનું રહેશે તથા તમામ કલાકારો સુરતના રહેવાસી હોવા આવશ્યક છે.
 • કૃતિની લંબાઈ ૧૫ મિનિટથી વધુ ન હોવી જોઈએ. તા.૧૦/૧૧/ર૦ર૦ થી ૩૦/૧૧/ર૦ર૦ સુધીમાં mysurat.in વેબસાઇટ ઉપર અપલોડ કરી શકાશે.
 • શેરી નાટક ગુજરાતી અથવા હિન્દી ભાષામાં હોવી આવશ્યક છે.
 • શેરી નાટક સ્પર્ધામાં લાઈટ એટલે કે પ્રકાશ આયોજન ઉપયોગ કરી શકાશે નહીં. વિવિધ કોસ્ચ્યુમ એટલે કે વેશભૂષાનો અને રંગભૂષા એટલે કે મેકઅપ કરી શકાય.
 • નિર્ણાયકોના નિર્ણય સામે કોઇ પ્રકારની રજુઆત, તકરાર કે દાવો કે અપીલ ચાલી શકશે નહીં. અને નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. એક વ્યકિત એક જ સંસ્થાના નાટકમાં અભિનય અને દિગ્દર્શન કરી શકશે. આ નિયમ ફકત સ્ટેજના કલાકારો તથા દિગ્દર્શકને જ લાગુ પડશે.
 • નાટૂયકૃતિ ભજવવા માટે નાટકના લેખક તેમજ દિગ્દર્શકની સંમતિ, અન્ય ભજવણી ખર્ચ વગેરે ભાગ લેનાર સંસ્થાએ પોતાના ખર્ચે અને જોખમે લેવાની રહેશે.
 • શેરી નાટકમાં સમાજનું હિત ઘ્યાનમાં રાખી કોઇ જાતિ, કોમ, ધર્મ, રાજકીય કે રાષ્ટ્ર વિરોધી વિવાદને ઉત્તેજન આપે એવા નાટકો તથા રજૂ કરી શકાશે નહિ.
 • આ સ્પર્ધામાં ભાગ લેનારે જરૂરી ડોકયુમેન્ટ અને વિડીયો અપલોડ કરવા અંગેની વધુ માહિતી mysurat.in વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે.
 • જો આપના શેરી નાટક ના વિડીયોની સાઇઝ ખુબ જ મોટી હોય તો તેવા સંજોગોમાં GOOGLE DRIVE ની લીંક mysurat.in વેબસાઇટ ઉપર અપલોડ કરવાની રહેશે.
 • ઉપરોકત તમામ નિયમો મુજબ mysurat.in વેબસાઇટ ઉપર વિડીયો અપલોડ કર્યા બાદ સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર૧ અંતર્ગતના ના પશ્નોનો જવાબ આપ્યા બાદ સ્વચ્છતાના સંકલ્પ લેવાના રહશે અને ત્યારબાદ Submit ઉપર કિલક કરવાથી સર્ટીફિકેટ પ્રાપ્ત કરી શકાશે.
 • આ સ્પર્ધામાં વિજેતા થનારને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
 • સ્પર્ધામાં પસંદગી પામેલ વિડીયોને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ તથા સોશીયલ મીડિયા પર કૃતિ અથવા તેના દ્રશ્યો નો ઉપયોગ બિન-વ્યવસાયિક હેતુ અર્થે પ્રસિઘ્ધ કરવામાં આવશે. તથા તે વિડીયો અપલોડ કરવાની બાંહેધરી જવાબદાર વ્યકિતી એ સાંસ્કૃતિક વિભાગ રૂમ નં. ર૬ માં અચુક જમા કરાવવાની રહેશે.
 • વધુમાં સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૧માં ભાગ લઇ રહી હોય તે માટે સુરત ને નં.૧ બનાવવા SWACHHATA-MoHUA એપ ડાઉન્લોડ કરી તેમાં આપની મનગમતી ઇવેન્ટ ઉપર VOLUNTEER ઉપર કલિક કરી, ત્યારબાદ FINISH બટન ઉપર ક્લિક કરી THANK YOU ના મેસેજ નો સ્ક્રીનશોટ લઇ તેને mysurat.in વેબસાઇટ પર આપની કૃતિ અપલોડ કરતા સમય પર સાથે અપલોડ કરવાનો રહેશે.
 • સ્પર્ધા અંગેની તમામ બાબતોમાં મ્યુ.કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે.
 • વધુ માહિતી માટે સાંસ્કૃતિક વિભાગ (ટે.નં. ર૪ર૩૭પ૧ થી પ૬ -EXT : 245,279) નો સંપર્ક કરવા વિનંતી.
 • ઉપરોકત તમામ નિયમો સંસ્થાના જવાબદાર વ્યકિતીને મંજુર હોય ત્યાર બાદ જ પોર્ટલ ઉપર શેરી નાટકનો વિડીયો અને અન્ય માહિતી અપલોડ કરવાની રહેશે.