સ્માર્ટ સિટી વિશે



સ્માર્ટસિટી શું છે?


About Smart City


એનો જવાબ એ છે કે, સ્માર્ટસિટીની એવી કોઈ પરિભાષા નથી કે જેને સર્વત્ર સ્વીકાર કરવામાં આવે. જુદા જુદા લોકો માટે આનો આશય અલગ-અલગ હોય છે. એટલે કે સ્માર્ટસિટીની સંકલ્પના દરેક શહેર અને દરેક દેશમાં જુદી જુદી હોય છે કે જે વિકાસનું સ્તર, પરિવર્તન અને સુધારાની ઈચ્છા, શહેરીજનોના સંસાધનો અને એમની આકાંક્ષાઓ પર નિર્ભર કરે છે. સ્માર્ટસિટીના અભિગમનો ઉદ્દેશ્ય એવા શહેરોને પ્રોત્સાહન આપવાનો છે કે, જેમનું મૂળભૂત માળખું છે અને જેમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમજ નાગરિકોને ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળું જીવન, સ્વચ્છ અને સ્થિર વાતાવરણ અને સ્માર્ટ સમાધાનોની ઉપયોગિતા આપી શકે. આમાં સ્થિર અને વ્યાપક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને એવો વિચાર પણ છે કે નાના ક્ષેત્રોનું પણ ધ્યાન રાખવામાં આવે. પ્રતિકૃતિ મોડલ બનાવવામાં આવે કે જે બીજા આકાંક્ષી શહેરો માટે દીપસ્તંભનું કામ કરે.સરકારનું સ્માર્ટસિટી મિશન એક સાહસી, નવી પહેલ છે. એનો ઉદ્દેશ્ય એવા ઉદાહરણો સ્થાપિત કરવાનો છે કે, જેનો સ્માર્ટસિટીની અંદર અને બહાર બંને જગ્યાએ અનુકરણ કરી શકાય. જેનાથી દેશના જુદા જુદા પ્રદેશો અને ભાગોમાં એકસમાન સ્માર્ટસિટીઓની રચના થઈ શકે.


વધુ જાણકારી માટે http://smartcities.gov.in/ પર જુઓ.



સ્માર્ટ સીટી એટલે, સુરત શહેરની ક્ષમતાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને, સહુને સમાન રીતે, શ્રેષ્ઠતમ ટેક્નોલોજી થકી ઉત્તમ કક્ષાનું ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોબિલિટી પૂરા પાડીને નાગરિકોનું જીવનસ્તર સુધારવું. આમ, અર્થતંત્રના વધુ વિકાસ, ઇકોલોજીનું રક્ષણ, સુરતની ઓળખ અને સંસ્કૃતિને જાળવીને સુરતને ભવિષ્યનું વૈશ્વિક શહેર બનાવવું.







સ્માર્ટસિટીની સુવિધાઓ




  • developmentsOwl Icon વિસ્તાર આધારિત ઘટનાઓમાં જમીનના મિશ્રિત ઉપયોગને પ્રોત્સાહન આપવું

  • developmentsOwl Icon આવાસ અને સમાવિષ્ટતા

  • developmentsOwl Icon ચાલવા યોગ્ય વિસ્તારોનું નિર્માણ કરવું

  • developmentsOwl Icon ખુલ્લી જગ્યાઓની સુરક્ષા અને વિકાસ

  • developmentsOwl Icon વિવિધ પરિવહન વિકલ્પોને પ્રોત્સાહન આપવું

  • developmentsOwl Icon શાસનને નાગરિકો માટે મૈત્રીપૂર્ણ અને કિફાયતી બનાવવું

  • developmentsOwl Icon શહેરને એક નવી ઓળખાણ આપવી

  • developmentsOwl Icon ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં સ્માર્ટ સોલ્યુશનનો ઉપયોગ કરવો







સ્માર્ટ શહેરોની પસંદગી પ્રક્રિયા


દરેક મહત્વાકાંક્ષી શહેર 'સિટી ચૅલેંજ' ની પસંદગી માટે સ્માર્ટ સિટી તરીકે સ્પર્ધા કરશે. પસંદગી પ્રક્રિયાના બે તબક્કા છે. ઉપરના ફકરા 8 માં જણાવ્યા અનુસાર, સંબંધિત મુખ્ય સચિવોને સંકેત આપ્યા પછી રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નીચેના પગલાં લેવામાં આવશે: --







રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશની પુરોગામી સ્થિતિ અને સ્કોરિંગ માપદંડના આધારે અને ફાળવેલ કુલ સંખ્યાને આધારે સંભવિત સ્માર્ટ શહેરોની પસંદગી થાય છે. સ્પર્ધાનો પ્રથમ તબક્કો આંતરરાજ્ય છે, જેમાં રાજ્યના શહેરો પુરોગામી સ્થિતિ અને ચોક્કસ સ્કોરિંગ માપદંડ પર સ્પર્ધા કરશે. સંભવિત શહેરો દ્વારા સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સફળ થવા માટે આ શરતો પૂર્ણ કરવાની રહેશે અને સર્વોચ્ચ સ્કોરિંગ કરનાર સંભવિત સ્માર્ટ શહેરો પસંદ કરવામાં આવશે અને પડકારના સ્ટેજ 2 ના ભાગની ભલામણ કરવામાં આવશે. પૂર્વવર્તી શરતો અને ફોર્મ માર્ગદર્શિકા અનુસૂચિ 4 માં આપવામાં આવી છે. ફોર્મમાં અર્બન લોકલ બોડી દ્વારા મોકલવામાં આવેલી માહિતી મિશનના રાજ્ય નિયામક દ્વારા અને મૂલ્યાંકનની મંજૂરી માટે રાજ્ય સ્તરે ઉચ્ચ સંચાલિત સંચાલક સમિતિ (એચ.પી.એસ.સી.) સમક્ષ રાખવામાં આવશે. રાજ્ય એચપીસીસીનું માળખું માર્ગદર્શિકાઓના ફકરા 13 માં આપવામાં આવ્યું છે.


રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા નકકી કરેલ તારીખ સુધી ભલામણ કરાયેલા સ્માર્ટ શહેરોની સૂચિ મુજબ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં સફળ થયેલા શહેરોને મોકલવામાં આવશે (મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સૂચવવાનું રહેશે). રાજ્ય સરકારે ફોર્મ ભરવાનું રહેશે (અનુસૂચિ 3 માં આપવામાં આવ્યું છે) અને તે ભલામણ યાદી સાથે મોકલવાનું રહેશે. આ પછી શહેરી વિકાસ મંત્રાલય 100 સ્માર્ટ શહેરોની યાદી જાહેર કરશે.






સ્પર્ધાના બીજા ચરણમાં સંભવિત 100 સ્માર્ટ શહેરોમાંથી દરેક શહેર સિટી ચેલેન્જમાં ભાગ લેવા માટે પોતાની દરખાસ્તો તૈયાર કરે છે. આ મહત્વપૂર્ણ સ્તર છે કારણ કે, દરેક શહેરમાં સ્માર્ટસીટીના પ્રસ્તાવ (એસસીપી)માં પસંદ કરેલ મોડેલના સમાવેશની શક્યતા છે, વોરોટ્રોફિચિંગ અથવા રિડેવલપમેન્ટ અથવા ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ અથવા તેમનું મિશ્રણ હોય,તેની સાથે તેમાં સ્માર્ટ સોલ્યુશન્સ સાથે પેન સિટી પરિમાણનો સમાવેશ થાય છે. એસસીપીમાં શહેરવાસીઓ અને અન્ય હિતધારકોની સાથે થયેલા વિચાર-વિમર્શની રુપરેખા તૈયાર કરવામાં આવશે કે એસસીપીમાં સમાયેલ મિશનને કેવી રીતે પૂર્ણ કરવું અને મહત્વપૂર્ણ રીતે ખાનગી સહભાગિતાને આકર્ષિત કરવા માટે રાજસ્વ મોડેલ સહિત સ્માર્ટસિટી યોજનાના ધિરાણ માટે પ્રસ્તાવ કરે છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વ્યવસાયિકોની સલાહ પર એસસીપી માટે મૂલ્યાંકનનો માપદંડ તૈયાર કરવામાં આવ્યો છે અને તે શહેરો માટે તેમની દરખાસ્ત તૈયાર કરવા માટે માર્ગદર્શક તરીકે કામ કરવું જોઈએ. આવેદનની સાથે મોકલવામાં આવેલા ધોરણો અને દસ્તાવેજો જોડાણ - 4 માં આપવામાં આવ્યા છે.








સ્માર્ટ સિટીના પ્રસ્તાવનું મૂલ્યાંકન


સબમિટ કરવામાં આવેલા પ્રસ્તાવોનું મૂલ્યાંકન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની પેનલ, વિવિધ સંસ્થાઓ અને સંગઠનોને સમાવતી એક કમિટી દ્વારા કરવામાં આવ્યું. ચેલેન્જના પ્રથમ રાઉન્ડમાં, શ્રેષ્ઠ પ્રસ્તાવો ધરાવતા 20 શહેરોની જાહેરાત કરવામાં આવી. જે શહેરો પસંદ ન થયા હોય તેઓ બીજા રાઉન્ડમાં તેમની વિચારણા થાય તે માટે SCP સુધારવાની મહેનત કરશે. 28 જાન્યુઆરી, 2016 ના રોજ MoUD દ્વારા પ્રથમ રાઉન્ડ જીતી ચૂકેલા 20 સ્માર્ટ સિટીઝના જાહેર કરાયેલા લિસ્ટમાં સુરત 4થા ક્રમે પસંદગી પામ્યું.






Projects




  • Projects iconSMAC ( સ્માર્ટ સીટી સેન્ટર(SMAC)

    તમામ નાગરિક સેવાઓની અસરકારક અને કાર્યક્ષમ ડિલિવરી થઇ શકે તે માટે, સુરતના એક વહીવટી નિયંત્રણ કેન્દ્ર તરીકે SMAC સેન્ટરની કલ્પના કરાઈ છે...


    વધુ વિગત

  • Projects icon ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક એન્ડ મોબિલિટી એડમિનિસ્ટ્રેશન સેન્ટર (IT-MAC)

    આ કેન્દ્ર સીટી ટ્રાફિક, BRTS, સિટી બસ, ટ્રાફિક પોલીસ, RTO, ફાયર, ઇમર્જન્સી સેવાઓને લગતા વિવિધ ડિપાર્ટમેન્ટ્સનો સમાવેશ કરશે. સરળ ટ્રાફિક ઓપરેશન્સ માટે, IT-ઇનેબલ્ડ એપ્લિકેશન્સ તમામ સંલગ્ન એજન્સીઓ...


    વધુ વિગત

  • Projects icon કોમન સીટી પેમેન્ટ સિસ્ટમ

    આ એક કો-બ્રાન્ડેડ, મલ્ટી-એપ્લિકેશન કોન્ટેક્ટ કમ સ્માર્ટ કાર્ડ હશે. વધુમાં વધુ નાગરિક સેવાઓ માત્ર એક સ્માર્ટ કાર્ડથી લોકો સુધી પહોંચાડી શકાય તે આ કાર્ડનો મૂળ હેતુ છે....


    વધુ વિગત

  • Projects icon કનેક્ટેડ સુરત

    સરકાર, વ્યાપાર અને નાગરિકોના આદાન-પ્રદાનને સંપૂર્ણપણે બદલી નાખતું ઈન્ટરનેટ સામાજિક અને આર્થિક પરિવર્તનનું જટિલ સાધન બની ચૂક્યું છે. SMC નાગરિકોને મહત્વના જાહેર સ્થળો પર..


    વધુ વિગત

  • Projects icon ERP અને GIS પ્લેટફોર્મ્સનો વિકાસ

    સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની Process Automation Needs ને પહોંચી વળવા માટે, ક્રિટિકલ મ્યુનિસિપલ ઓપરેશન્સનું ERP, એક કોમન ટેક્નોલોજી પ્લેટફોર્મ પર સંકલિત સોલ્યુશન્સનું...


    વધુ વિગત

  • Projects icon ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ(AFCS)

    આ IT-સંચાલિત સેવા વર્તમાન પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને સીટીઝન ફ્રેન્ડલી બનાવશે. નાગરિકોને ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સનું એક પેકેજ પૂરું પાડવા ઉપરાંત સમગ્ર સિસ્ટમને સેન્ટ્રલી મેનેજ...


    વધુ વિગત