કાર્યો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ જાહેર સેવાઓના વિકેન્દ્રીકરણ દ્વારા ઝોનલ સિસ્ટમ અમલમાં આવી છે. સમગ્ર સુરત શહેરને 7 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક ઝોનનો કાર્યભાર ટૂંકમાં નીચે દર્શાવેલ છે:

આરોગ્ય વિભાગ

  • ઝોન હેઠળ આવતા સમગ્ર વિસ્તારની સફાઈ
  • જામ થઈ ગયેલા અને ભરાઈ ગયેલા ગટર-નાળા સાફ કરવા
  • ફૂડ નિરીક્ષણ શાખા
  • ખોરાક માટે લાયસન્સ પરવાનગી
  • રસીકરણ, જન્મ/મૃત્યુ નોંધણી, કૌટુંબિક આયોજન
  • બજાર વિભાગ, છૂટાછવાયા પ્રાણીઓના ઉપદ્રવને દૂર કરવા, મેલેરિયા નિયંત્રણ

આકારણી અને વસૂલાત વિભાગ

  • મિલકતોનું મૂલ્યાંકન
  • મિલકત કર અને શિક્ષણ કરની વસૂલાત વગેરે
  • કોર્પોરેશનની વિવિધ અસ્કયામતોના ભાડાની આકારણી અને આકારણી સંબંધિત પિટિશન
  • દુકાન/પેઢીનું નવીનીકરણ અને કાયદાભંગ અંગે કોર્ટની ફરિયાદો

ઈજનેરી વિભાગ

  • 60 ફૂટની પહોળાઈ ધરાવતા નવા રસ્તાઓનું નિર્માણ કરવું, રસ્તાઓની પહોળાઈ વધારવી, સમારકામ કરવું અને રિકાર્પેટિંગ કરવું
  • 80 ફૂટની પહોળાઈ ધરાવતા રસ્તાઓનું નિર્માણ અને તેનું સમારકામ કરવું
  • જાહેર ભંડોળ ઊભું કરીને સોસાયટી રોડનું નિર્માણ, નવા ફૂટપાથ તૈયાર કરવા, તેને સુધારવા તેમજ સ્ક્રેપિંગ વગેરે
  • નવી ઈમારતોનું નિર્માણ તેમજ મ્યુનિસિપલ મિલકતોની જાળવણી કરવી
  • શાળાની ઈમારતોનું નિર્માણ અને જાળવણી
  • અડધો ઇંચનું સ્થાનિક અને એક ઇંચનું ઔદ્યોગિક પાણીનું જોડાણ પૂરું પાડવું
  • પાણીની મુખ્ય પાઈપલાઈનથી 22 મીટર સુધી મરામત કામ
  • ગેરકાયદે જોડાણો સામે કાનૂની કાર્યવાહી અને ક્ષતિગ્રસ્ત પાણીના જોડાણોનું સમારકામ કરવું
  • પાણીના સ્ટેન્ડ પોસ્ટ માટે પરવાનગી આપવી, હેન્ડપંપનું ફ્રી જોડાણ તેમજ ગટર કનેક્શન આપવા
  • ગેરકાયદેસર બાંધકામના વિરુદ્ધમાં લો-રાઈઝ બિલ્ડીંગોની બાંધકામની પ્રક્રિયાને પરવાનગી આપવી
  • ગેરકાયદેસર ગટર જોડાણો અને ગેરકાનૂની બાંધકામ સામે કાનૂની કાર્યવાહી
  • વરસાદી પાણી માટે ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને જાળવણી
  • વરસાદી પાણીના નિકાલ માટે કેચ પિટ્સ/ઈન્લેટ ચેમ્બર્સની વ્યવસ્થા કરવી
  • કામચલાઉ અને કાયમી પાણી નિકાલની વ્યવસ્થાને જાળવવી અને સાફ કરવી
  • શહેરી આયોજનની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને સુધારણા ખર્ચની વસૂલાત
  • જાહેર નડતરરુપ અને ક્ષતિગ્રસ્ત મિલકત સામે યોગ્ય પગલાં લેવાં
  • મંડપ, બેનર્સ અને હોર્ડિંગ્સ માટે પરવાનગી આપવી તેમજ જમીન ભાડું અને મિલ્કત ભાડાની વસૂલાત
  • કામચલાઉ અને સ્થાયી પ્રકારના ગેરકાનૂની હદ ધરાવતા નિર્માણ દૂર કરવા તેમજ નડતરરુપ ઝૂંપડપટ્ટી માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવી
  • સફાઈ
  • જંતુનાશક દવાનો છંટકાવ
  • ઘન કચરાનું એકત્રીકરણ, પરિવહન અને અંતિમ નિકાલ
  • મૃત પ્રાણીઓના શબનો યોગ્ય નિકાલ
  • બિન ખાદ્ય વસ્તુઓ (માચીસ, કેરોસીન, કોલસો, ફટાકડા વગેરે) અને ખાદ્ય પદાર્થોના લાયસન્સનું નવીનીકરણ
  • બી.પી.એમ.સી. અધિનિયમ, 1949 હેઠળ ખાદ્ય પદાર્થો અને બિન-ખાદ્ય વસ્તુઓ માટેના લાયસન્સ ઈશ્યુ કરવા
  • કચરાથી જામી ગયેલા ગલી-નાળા સાફ કરવા
  • ડ઼્રીપ વેલની સફાઈ કરવી
  • કૂવાના પાણીમાં ક્લોરિનેશન કરવું અને ક્લોરિનયુક્ત પાણીના નમૂનાનું પરીક્ષણ કરવું
  • ગંદકી ફેલાવતા નાગરિકો સામે કાનૂની કાર્યવાહી કરવી
  • સ્વાસ્થ્યને ધ્યાને રાખીને હોટેલ્સ, ફેરિયાઓ અને નાના દુકાનદારોનું નિરીક્ષણ કરવું
  • જાહેર પેશાબઘરની સફાઈ કરવી
  • સ્વચ્છતાના દ્રષ્ટિકોણથી સિનેમાહોલ, થિયેટરો અને અન્ય જાહેર મનોરંજનના સ્થળોનું નિરીક્ષણ કરવું
  • રોગચાળાની મૂળભૂત વિગતો મેળવી રોગ નિયંત્રણના પગલાં માટે ઉપરી સત્તાવાળાઓને તાત્કાલિક જાણ કરવી

સંસ્થાકીય માળખું

Organization Structure