પાન સીટી પ્રોજેક્ટ્સ
સુરત શહેર માટેના પાન સીટી પ્રપોઝલની કલ્પના સર્વિસ બેઝમાંથી વધુમાં વધુ લાભો મેળવી શકાય તે માટે કરાઈ છે. પ્રપોઝલનો મુખ્ય હેતુ જાહેર સેવાઓ અને નાગરિક ઇન્ટરફેઝને સુધારવાનો છે. આ પ્રપોઝલ ઇન્ટેલીજન્ટ ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટી થકી સીટીઝન ફ્રેન્ડલી સુરતની થીમ પર આધારિત હશે. મૂળ હેતુ, તમામ સેવાઓને જોડીને નાગરિકોને વિવિધ વિકલ્પો આપવાનો છે જેનો નાગરિકો ઓછા ખર્ચે અને સરળતાથી લાભ ઉઠાવી શકે. પાન સીટી સોલ્યુશનનો મૂળ આશય રિયલ ટાઈમ ડેટા પહોંચાડવાનો છે જે સર્વિસ ડિલિવરીમાં મદદરૂપ થશે.
SMAC ( સ્માર્ટ સીટી સેન્ટર(SMAC)
તમામ નાગરિક સેવાઓની અસરકારક અને કાર્યક્ષમ ડિલિવરી થઇ શકે તે માટે, સુરતના એક વહીવટી નિયંત્રણ કેન્દ્ર તરીકે SMAC સેન્ટરની કલ્પના કરાઈ છે.
સ્માર્ટ સીટી સેન્ટર ચાર સ્તરોમાં કાર્ય કરશે. આ કેન્દ્ર, શક્ય હોય ત્યાં સુધી, તમામ વિભાગોની કાર્યની માહિતી રિયલ ટાઈમ આધારિત રહીને એકઠી કરશે. ઓટોમેટેડ સેન્સર્સ અને સિસ્ટમ્સ વિવિધ ડેટા સેટ્સને SMAC સેન્ટરમાં મોકલશે, જેનું વિશ્લેષણ કરીને તારણો મેળવી શકાશે. નાગરિક સુવિધાઓના ઉપયોગ અંગે રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન પહોંચાડવામાં SMAC મહત્વની ભૂમિકા ભજવશે જે તમામ વિભાગોને રોજિંદી રીતે નાગરિક સેવાઓના ડિલિવરી સ્ટાન્ડર્ડ્સ જાળવવામાં મદદ કરશે અને અણધારી, મુશ્કેલ પરિસ્થિતિઓમાં, સેવાઓને પુનઃ સ્થાપિત કરતી વખતે, તાત્કાલિક નિર્ણયો લેવા માટે વિભાગીય વડાઓને ટેકો આપશે. ઇમર્જન્સીની પરિસ્થિતિમાં, અસરકારક રીતે બચાવ અને રાહત કામગીરી માટે SMAC સેન્ટર તમામ વિભાગોને, ડિઝિશન સપોર્ટ સિસ્ટમ સાથે કો-ઓર્ડીનેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આમ, SMAC સેન્ટર નાગરિક સેવાઓની ડિલિવરી ક્વોલિટીના ઈશ્યુને સંભાળવામાં સક્ષમ રહેશે.
ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક એન્ડ મોબિલિટી એડમિનિસ્ટ્રેશન સેન્ટર (IT-MAC)
આ કેન્દ્ર સીટી ટ્રાફિક, BRTS, સિટી બસ, ટ્રાફિક પોલીસ, RTO, ફાયર, ઇમર્જન્સી સેવાઓને લગતા વિવિધ ડિપાર્ટમેન્ટ્સનો સમાવેશ કરશે. સરળ ટ્રાફિક ઓપરેશન્સ માટે, IT-ઇનેબલ્ડ એપ્લિકેશન્સ તમામ સંલગ્ન એજન્સીઓ સાથે મળીને કો-ઓર્ડીનેટ તેમજ સપોર્ટ કરશે.
SMC ના BRTS માટેના ઇન્ટેલીજન્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમને સીટી બસ ઓપરેશન્સ માટે પણ લાગુ કરવામાં આવશે જે રિયલ ટાઈમ વ્હિકલ લોકેશન અને પેસેન્જર ઇન્ફર્મેશન પૂરી પાડશે. SMC, BRTS માં વપરાતી એડોપ્ટીવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ (ATCS) ને તમામ મોટા ટ્રાફિક જંક્શન્સ સુધી વિસ્તૃત કરશે. સુરત શહેરમા 600 થી વધુ CC સર્વેલન્સ કેમેરા નેટવર્ક છે જેને IT-MAC સાથે શહેરના તમામ મહત્વના સ્થળો સુધી વિસ્તારવામાં આવશે. BRTS, સીટી બસ, ટ્રાફિક પોલીસ, RTO, ફાયર અને ઇમર્જન્સી સેવાઓ, યુટીલીટી સેવાઓ જેવી તમામ સ્ટેઇક હોલ્ડર એજન્સીઓ IT-MAC દ્વારા સંકલિત પ્લેટફોર્મ પર કો-ઓર્ડીનેટ, વહેંચણી અને કામ કરશે. નાગરિકો વેરિયેબલ મેસેજ સાઇન્સ, વેબસાઈટ, મોબાઈલ એપ્પ, મોબાઈલ એલર્ટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટેડ રહેશે. આવી રીતે, ટ્રાફિક અને મોબિલિટીના તમામ ઇશ્યુઓનો નાગરિકોના સંતોષ મુજબ ઉકેલ લાવતું આ એક માત્ર કેન્દ્ર બનશે.
કોમન સીટી પેમેન્ટ સિસ્ટમ
આ એક કો-બ્રાન્ડેડ, મલ્ટી-એપ્લિકેશન કોન્ટેક્ટ કમ સ્માર્ટ કાર્ડ હશે. વધુમાં વધુ નાગરિક સેવાઓ માત્ર એક સ્માર્ટ કાર્ડથી લોકો સુધી પહોંચાડી શકાય તે આ કાર્ડનો મૂળ હેતુ છે.
વપરાશકર્તાની સરળતા અને બહેતર અનુભવ માટે આ કાર્ડ ઘણી એપ્લિકેશન્સ ધરાવતું હશે. પ્રથમ તબક્કામાં, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય, શિક્ષણ, પોષણ, અફોર્ડેબલ હાઉસીંગ, દુકાન અને અન્ય લાયસન્સીસ, લાઇબ્રેરી, રમતો અને મનોરંજન સુવિધાઓ જેવી 16 સેવાઓ આવરી લેવાઈ છે. નાગરિકોના એક મલ્ટી-એપ્લીકેબીલીટી કાર્ડની અપેક્ષા આ કાર્ડ પૂરી કરશે અને તેની સાથે એક વધુ સર્વિસ ચેનલ 'ટેપ એન્ડ ગો' જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ હશે.
કનેક્ટેડ સુરત
સરકાર, વ્યાપાર અને નાગરિકોના આદાન-પ્રદાનને સંપૂર્ણપણે બદલી નાખતું ઈન્ટરનેટ સામાજિક અને આર્થિક પરિવર્તનનું જટિલ સાધન બની ચૂક્યું છે. SMC નાગરિકોને મહત્વના જાહેર સ્થળો પર વાઇફાઇની સેવાઓ પૂરી પાડવા માંગે છે. આ ઉપરાંત, SMC શહેરભરમાં ફાઇબર ટુ હોમ કનેક્ટીવીટી ઈચ્છે છે, જે ઉચ્ચ બેન્ડવિડ્થ સાથે વિશ્વસનીય કનેક્ટિવિટી પૂરી પાડવા તથા વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉપયોગી રહેશે. આ સમાજના તમામ વિભાગોને ઇન્ટરનેટ સેવા પૂરી પાડીને એક ડિજિટલ ડિવાઇડને ભરવામાં મદદરૂપ થશે.
આ કમ્પોનન્ટ સુરતમાં ખાત્રીપૂર્વકની અને વ્યાજબી કનેક્ટિવિટી તમામ લોકોને ઉપલબ્ધ થાય તેનું લક્ષ્ય રાખે છે. નાગરિકોની માંગો અને અપક્ષાઓ આ કમ્પોનન્ટ દ્વારા પરિપૂર્ણ થશે. ટ્રાન્ઝિટ પર કનેક્ટિવિટીનું પણ પ્લાંનિંગ છે. નાગરિકોને સરકાર સાથે જોડવામાં આ ખૂબ મદદ કરશે. ઓનલાઇન શોપિંગ અને બુકીંગ દ્વારા સ્થાનિક ઈકોનોમીને ઉત્તેજન મળશે. આ સર્વસમાવેશક પ્લેટફોર્મ પર નાગરિકો અને સમાજ પણ જોડાઈ શકશે.
ERP અને GIS પ્લેટફોર્મ્સનો વિકાસ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની Process Automation Needs ને પહોંચી વળવા માટે, ક્રિટિકલ મ્યુનિસિપલ ઓપરેશન્સનું ERP, એક કોમન ટેક્નોલોજી પ્લેટફોર્મ પર સંકલિત સોલ્યુશન્સનું ફ્રેમવર્ક છે. આ સુરક્ષા અને માપનીયતા માટે બનાવવામાં આવેલા કેટલાક સંકલિત એપ્લિકેશન્સનો સમાવેશ કરતું મોડ્યુલર ફ્રેમવર્ક હશે. એપ્લિકેશન્સ એક કોમન ટેક્નોલોજી પ્લેટફોર્મ પર એસેમ્બલ કરવામાં આવશે જે વિશાળ પ્રોસેસ ઓટોમેશનને સંબોધિત કરશે અને સ્ટેકહોલ્ડર્સના સ્પેસિફિક રિપોર્ટ્સ અને પર્ફોર્મન્સ એનાલિસિસ પણ આપશે.
ક્વોલિટી ઓફ સર્વિસની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખતા, તમામ મુખ્ય વિભાગો ERP ડેવલપમેન્ટ અપનાવશે. આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી અને બાળસંભાળ ના ERP નાગરિકોના ચોક્કસ ઇશ્યુઓને ધ્યાનમાં લેશે. રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના ધ્યેયોને ધ્યાનમાં રાખીને SMC વધુ ફોકસ્ડ અપ્રોચ ધરાવી શકશે. તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ તેમના ઘરની નજીકમાં વોકિંગ ડિસ્ટન્સ પર જ મળી જાય તેવી સંકલિત વોર્ડ ઓફિસ સ્થાપવામાં મદદરૂપ બનશે. દરેક વિભાગ પાસે મોબાઈલ એપ્લિકેશન, સોશિયલ મીડિયાના સ્વરૂપમાં એક સીટીઝન ઇન્ટરફેસની વ્યવસ્થા હશે.
ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ (AFCS)
આ IT-સંચાલિત સેવા વર્તમાન પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને સીટીઝન ફ્રેન્ડલી બનાવશે. નાગરિકોને ટ્રાન્સપોર્ટ ઓપ્શન્સનું એક પેકેજ પૂરું પાડવા ઉપરાંત સમગ્ર સિસ્ટમને સેન્ટ્રલી મેનેજ કરી શકાશે.
આ કમ્પોનન્ટ સુરત શહેરમાં એક ઇન્ટેલીજન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉભી કરવામાં મદદ કરશે. AFCS પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ઓવરઓલ મેનેજમેન્ટમાં મદદ કરશે તે ઉપરાંત, સીટીઝન ફ્રેન્ડલી ટ્રાન્ઝિટ ઓપ્શન્સ પણ પૂરા પાડશે.
એરિયા બેસ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
સુરત સ્માર્ટ સીટી, સ્માર્ટ ઇન્ટરવેંશન્સ દ્વારા એવા ચોક્કસ વિસ્તારના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરે છે જે, સસ્ટેનેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને હાઈ ક્વોલિટી ઓફ લાઈફનું સર્જન કરી શકે. કલ્પના મુજબ, વિચારણા હેઠળનો વિસ્તાર એક સસ્ટેનેબલ અને રેશનલી ઇન્ક્રીમેન્ટલ ઇકોનોમિક ડેવલપમેન્ટ સહિતની વેલ પ્લાન્ડ અર્બન સ્પેસમાં રૂપાંતરિત થશે.
પ્રસ્તાવિત વિસ્તાર સુરત શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 3% જેટલો છે. વસ્તીની દ્રષ્ટિએ, શહેરના 10% ની વસ્તી ધરાવતા આ વિસ્તારનો GDP શેર 16% જેટલો છે. આ વિસ્તાર માટેનું, સ્માર્ટ ફીચર્સ સાથેનું એરિયા બેસ્ડ ડેવલપમેન્ટ બિઝનેસ એન્વાયર્મેન્ટને વધુ વેગ આપશે અને લોકોના જીવનસ્તરમાં પણ સુધારો લાવશે.
વોટર સપ્લાય મેનેજમેન્ટ, ક્વોલિટી એન્ડ વોટર રિચાર્જિંગ
હાલમાં, પ્રસ્તાવિત વિસ્તારમાં 75 MLD પાણી પૂરું પાડતા, 4 વોટર ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર્સ તેમજ 3 ESR મોજુદ છે. 24 કલાક અને 7 દિવસ પાણી પૂરું પાડી શકાય તે માટે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવશે. તમામ કનેક્શન્સ માટે સ્માર્ટ વોટર મીટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. પાણીની ગુણવત્તાના ધોરણો જાળવવા ઉપરાંત પાણીના સ્રોતથી લઈને એન્ડ-યુઝર લોકેશન સુધી પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. પાણીનો બચાવ કરી શકાય તે માટે વરસાદી પાણીના સંગ્રહ અને રિચાર્જની સાથે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ થકી રિચાર્જનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ઉકેલના મુખ્ય અંશો
- પ્રસ્તાવિત વિસ્તારમાં, હાલની વોટર સપ્લાય સિસ્ટમ 24 કલાક, 7 દિવસ પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે માટે જરૂરી સુધારાઓ .
- દૂરના વિસ્તારોમાં મીટર રીડિંગ અને બિલિંગ માટે સ્માર્ટ મીટરિંગ
- જાણીતા અનાવશ્યક પાણીના જથ્થાને લીધે NRW 15% સુધી ઘટાડવું
- મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા, સ્થળ પર જ ચકાસણી અને એડવાન્સ ઓનલાઇન વોટર ક્વોલિટી મોનીટરીંગ
- ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ WTP- વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટ્રીટમેન્ટ પ્રોસેસમાં આવેલા બેકવોશ વોટરનું રિસાયક્લિંગ
- વરસાદી પાણીનું રિચાર્જિંગ- વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે
- IEC પ્રવૃત્તિઓ દ્વારા 'જળ સંરક્ષણ'- નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે
સુએજ - રિસાયકલ એન્ડ રિયુઝ એન્ડ સ્ટોર્મ વોટર
પ્રસ્તાવિત વિસ્તારમાંથી એકઠા કરેલા સ્યુઅરેજને ટ્રીટ કરતા બે STP છે. પ્રસ્તાવ મુકાયો છે કે, હાલના STP નું SCADA સાથે નવીનીકરણ તેમજ ઊર્જાસર્જન કરી શકાય તેમજ ઓછામાં ઓછા 50% પાણીને રિયુઝ/રિસાયકલ કરી શકાય.
ઉકેલના મુખ્ય અંશો
- પ્રસ્તાવિત વિસ્તારમાં રહેલા બે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું અપ-ગ્રેડેશન અને (પ્લાન્ટ્સમાં) વધારો
- નજીકના ઉદ્યોગોના ઔદ્યોગિક વપરાશ માટે, ટર્શરી (ત્રીજા) ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા સેકન્ડરી સ્યુએજ પાણીનું રિસાયક્લિંગ અને રિયુઝ
- પ્રસ્તાવિત વિસ્તારમાંથી પસાર થતી 5.5 કિમીની ખાઈનું રિમોડેલિંગ અને રિસ્ટ્રકચરિંગ -- ફૂટપાથ, સાયકલિંગ ટ્રેક અને (છોડના) વાવેતર દ્વારા ખાઈની બંને બાજુઓનું સુશોભન
- સ્ટોર્મ વોટર પાઇપ્સ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ
પુનઃપ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો (સૌર, પવન અને બાયોગેસ) અને સ્ટ્રીટ લાઇટ્સ
સતત વિકાસ માટે ઊર્જાના પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો તે સમયની માંગ છે. સ્માર્ટ સીટી ગાઇડલાઇન મુજબ, વિસ્તારનો કુલ 10% વીજવપરાશ પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો દ્વારા મેળવવામાં આવશે.
ઉકેલના મુખ્ય અંશો
પવન, બાયોગેસ અને સૌર ઉર્જા સંસાધનોની હાલની ક્ષમતામાં નીચે પ્રમાણે પ્રસ્તાવિત વધારો:
- પવન ઊર્જા — 2.1 મેગાવોટ
- ઓર્ગેનિક કચરા માટે બાયોગેસ પ્લાન્ટ (APMC ના સહયોગથી)
- સૌર ઊર્જા (રૂફ ટોપ) — 1 મેગાવોટ
- પ્રસ્તાવિત વિસ્તારમાં LED સ્ટ્રીટ લાઇટિંગ અને સ્માર્ટ મોનીટરીંગ સિસ્ટમ — ઓટો સેન્સર્સ દ્વારા ઓટોમેટિકલી ઓન-ઑફ થઇ શકતી સ્ટ્રીટલાઇટ્સ
ટાઉન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ
કેટલીક સ્ટ્રીટસને 'નો-વ્હિકલ ઝોન' જાહેર કરાતા સમગ્ર વિસ્તારમાં દેખીતો સુધારો, ખુલ્લી જગ્યાઓનો વિવિધ રીતે ઉપયોગ અને સ્માર્ટ પાર્કિંગ ડેવલપમેન્ટ
સ્માર્ટ પાર્કિંગ(મિકેનાઇઝડ)
પ્રસ્તાવિત વિસ્તાર મુખ્યત્વે ટ્રેડર્સ, હોલસેલર્સ, રિટેઈલર્સના APMC અને ટેક્સ્ટાઇલના માર્કેટની વ્યવસાયિક પ્રવૃત્તિઓથી ભરાયેલો છે. હાલમાં થતું રોડ સાઈડ પાર્કિંગ અટકાવવા માટે, પ્રાસ્તાવિક વિસ્તારમાં 7 વિવિધ જગ્યાઓ પર PPP આધારિત સ્માર્ટ મિકેનાઇઝ્ડ પાર્કિંગનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
સ્કાયવોક (ટ્રાવેલેટર)
- ટેક્સ્ટાઇલ માર્કેટ્સથી ભરાયેલો પ્રસ્તાવિત વિસ્તાર રેલવે તેમજ આંતરરાજ્ય બસ સ્ટેશનથી નજીક હોવાથી સમગ્ર વિસ્તાર પુષ્કળ વસ્તીગીચતા ધરાવે છે જેથી પગપાળા જતા લોકોને ચાલવા માટે રસ્તા પર જગ્યા મળતી નથી.
- રસ્તા પર પદયાત્રીઓને લીધે પણ ટ્રાફિકની સમસ્યાઓ વધુ વકરે છે.
- આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારને આંતરરાજ્ય બસ અને રેલવે સ્ટેશન સાથે જોડતો, 3.6 કિમી લાંબો સ્કાયવોક (ટ્રાવેલેટર) બનાવવામાં આવશે.
વિઝ્યુઅલ ઈમ્પ્રુવમેન્ટ ઈન એરિયા
- વિસ્તારમાં દેખીતો સુધારો લાવવા માટે, સ્માર્ટ સિટીને લગતા રોડ ડિવાઇડર્સ, વ્યવસ્થિત સાઇનબોર્ડ્સ, સુશોભિત ટ્રાફિક આઈલેન્ડ્સનો પ્રસ્તાવ મૂકાયો છે.
- દબાણ ન થાય તે રીતે ચાલવા માટે સાયકલ ટ્રેક તેમજ ફૂટપાથ (નું નિર્માણ)
- મનોરંજન / કલા પ્રદર્શનને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણ ઘટાડવા માટે 'નો વ્હિકલ ઝોન'
આર્થિક વિકાસ(ઇકોનોમિક ડેવલપમેન્ટ )
ઇનોવેશનની સ્થાપના, બિઝનેસમાં સરળતાના હેતુ સાથે ટ્રેડ ફેસીલીટેશન સેન્ટર ધરાવતું ઇન્ક્યુબેશન સેન્ટર, RFID-એનેબલ્ડ લોજિસ્ટિક્સ સિસ્ટમ સાથે હાલના લોજિસ્ટિક પાર્કનું આધુનિકીકરણ, ઇન્ટર્નલ સર્ક્યુલેશન માટે કન્વેયર બેલ્ટ્સ અને બેટરી ઓપરેટેડ વ્હિકલ્સ, આધુનિક સુવિધાઓ સાથેનું ટ્રક ટર્મિનલ. આ આધુનિકીકરણ ભાતેના-આંજણા વિસ્તારમાં થતા ટ્રાફિકને ઘટાડશે.
લોજિસ્ટિક્સ પાર્ક
- પ્રસ્તાવિત વિસ્તાર ઘણા ટેક્સટાઇલ બજારોથી ભરાયેલો છે જ્યાં, હાલમાં કોઈ લોજિસ્ટિક્સ આયોજનની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ટ્રાન્સપોર્ટેશન/સામાનનું લોડિંગ-અનલોડીંગ અને રોડ પરની અન્ય પ્રવૃત્તિઓને લીધે ટ્રાફિકની સમસ્યા યથાવત રહે છે.
- પ્રસ્તાવિત વિસ્તારમાં ટ્રાફિકની આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે એડવાન્સ્ડ લોજિસ્ટિક પાર્કનો પ્રસ્તાવ મુકાયો છે.
- પ્રસ્તાવિત લોજિસ્ટિક પાર્કને લીધે ટેક્સ્ટાઇલ સામાનનું પદ્ધતિસર લોડિંગ-અનલોડીંગ અને ટ્રાન્સપોર્ટેશન થઇ શકશે અને ટ્રાફિકની ગીચતામાં ઘણો ઘટાડો થશે.
Incubation/ ઇન્ક્યુબેશન/સ્ટાર્ટ અપ સેન્ટર
- પ્રસ્તાવિત વિસ્તારમાં, વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓને લીધે રોજગારની તકો વધુ ઉપલબ્ધ થશે.
- સ્કીલ્ડ અને સેમી-સ્કીલ્ડ નોકરી શોધકોને વિવિધ ટ્રેડસમાં તાલીમ ઉપરાંત અગત્યની માહિતી પૂરી પાડી શકાય અને સ્ટાર્ટ અપ્સને પ્રમોટ કરી શકાય તે માટે એક સ્ટાર્ટ અપ અને ઇન્ક્યુબેશન સેન્ટરનો પ્રસ્તાવ
હાઉસિંગ અને ઇન્કલુઝીવનેસ (અફોર્ડેબલ હાઉસિંગ)
સ્લમ વિસ્તારો(ઝૂંપડપટ્ટી)માં રહેતા નાગરિકોની જીવનશૈલી સુધારવા માટે, વિસ્તારમાં પોસાય તેવા ભાવે હાઉસિંગ પ્રોજેક્ટ્સનો પ્રસ્તાવ.
ઉકેલના મુખ્ય અંશો
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, 1050 EWs અને 1950 LIG ઘરોનું આયોજન.
- PPP મોડેલ પર આધારિત 5750 ઘરોના નિર્માણ થકી ઝીરો સ્લમ વિસ્તારનું આયોજન.
- કુલ પ્રોજેક્ટેડ ખર્ચ રૂ. 700 કરોડ. જેમાં, PPP ના રૂ 460 કરોડનો સમાવેશ થાય છે.